નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગામ ખડગદામાં મિટિંગનું આયોજન કરાયું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગામ ખડગદા માં મિટિંગ નું આયોજન કરાયું. જેમાં 100 જેટલા યુવા કાર્યકર્તા ઓ ” આમ આદમી પાર્ટી” માં જોડાયા. સાથે “સ્થાનિક મુદ્દાઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લીધે આવેલ સમસ્યાઓ પર ચર્ચા થઈ.
જેમાં આવનાર દિવસો માં આમ આદમી પાર્ટીકાનૂન ૨૦૧૯ ના વિરોધ માં અને ખેડૂતો ની જમીનો છીનવવાના સરકાર ના બદ ઇરાદાઓ અને આદિવાસીઓ ના બંધારણીય અધિકારો ના સંવરક્ષણ માટે ગુજરાત રાજ્ય વ્યાપી આંદોલન કરશે એની ચર્ચા થઈ.
જેમાં તારીખ 16 જુલાઈ 2020 ના રોજ નર્મદા જિલ્લા ના આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા ની આગેવાની માં “કલેકટર કચેરી-નર્મદા” એ પ્રતીક ધરણા કરશે અને રાજ્યભર માં તમામ જિલ્લાઓ માં ” સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન અધિનિયમ 2019″ ના વિરોધ માં આવેદન પત્ર આપવા માં આવશે. એ દિવસે રાજ્ય ની તમામ રાજકીય પાર્ટીઓ , તમામ સંગઠનો, તમામ એન્જીયો પોતાની પાર્ટીના બેનરો સાથે આંદોલન માં જોડાઈ શકશે.

આ મિટિંગ માં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ” કિશોર ભાઈ દેસાઈ” અને નર્મદા જિલ્લા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડૉ. કિરણ વસાવા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *