બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૨૨ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ.,અને તિલકવાડા તાલુકામાં-૦૪ મિ.મિ.,વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાસ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૬૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૩૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૨૮ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને તિલકવાડા તાલુકો -૧૧૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાિના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૭૩ મીટર, કરજણ ડેમ- ૯૯.૮૧ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૨૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા- પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તર થયાં છે.