રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની શાક માર્કેટમાં વર્ષોથી વેપારીઓ વેપાર કરતા હતા. કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં વેપારીઓ ને પાલિકા દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડમાં અને અમરેલી રોડ પર શાકભાજીનો વેપાર કરવાનું જણાવેલ ત્યારે વેપારીઓ એ સ્વૈચ્છિક રીતે આદેશનું પાલન કરેલ હતું અને હવે અવાર નવાર અધિકારીઓની કનડગતના કારણે કોઈને પણ શાકમાર્કેટમાં બેસવા ન દેવામાં આવતા અંતે વેપારી ઓ રોષે ભરાયા અને વારમવાર વેપારીઓના મત લઈ જનાર નેતાઓની પાસે ઉચ્ચ કક્ષાએ રજુઆત માટે ગયા હોય ત્યાં પણ નેતાઓ હથેળીમાં ચાંદ દેખાડીને આશ્વાસન આપવામાં આવે છે પછી કોઈ આ શાક માર્કેટની મુલાકાત લેતું નથી. આ જગ્યા પર વેપારીઓ પોતાનું શાંતિ થી પોતાનું પેટયુ રળતો હોઈ માંડ માંડ ત્યાં આવીને અધિકારીઓની હેરાન ગતિ કરીને વેપાર ધંધાઓ બંધ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં ધમકી આપતા હોય છે. અમને કોઈનું સંભળવામાં આવતું નથી બસ પોતાનો જ કક્કો સાચો, આ જગ્યા કોરોના વાયરસ ને કારણે જગ્યાની ફેર બદલી કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં પગ પેસારો કરવામાં શુ સાવરકુંડલા ની શાકમાર્કેટ થોડું કઈ જવાબદાર છે? તો પછી કેમ વારંવાર નિશાન બનાવવામાં આવે છે અને શાંતિથી પેટયુ રળતા વેપારીઓ ને હેરાન કરવામાં આવે છે અંતે શાકમાર્કેટ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે. કોઈ પણ કનડગત વગર તેવી વેપારીઓની માંગણી સાથે શાકભાજી નું વેચાણ બંધ કરીને વિરોધ કર્યો છે.