રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને લો પ્રેશરના કારણે દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે ત્યારે આજે જાફરાબાદ ના દરીયા કિનારે હાઈટાઇટ જેવી પરિસ્થિતિ જોવા મળી તેથી જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જાફરાબાદના દરીયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે.
બે દિવસથી સતત વરસાદ શરૂ છે ત્યારે ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી રહી છે પણ હાલ હવામાન ખાતાની આગાહીના પગલે પોરબંદર, વેરાવળ, ભાવનગર, મુંબઈ જેવા શહેરોમાં હાઇટાઇટ જેવી પરિસ્થિતિના પગલે જાફરાબાદના દરીયા કિનારે પણ મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.