રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
અંબાજી ખાતે વરસાદ નાં પાણી શક્તિ ધારા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ભરાતા રહેવાસીઓ હેરાન પરેશાન થયી રહ્યા છે.વર્ષો થી અંબાજી ગામમાં પાણી ભરાવા ની સ્થિતિ દર ચોમાસે થાય છે જેના લીધે ત્યાં રહેતા રહેવાસીઓ વર્ષો થી હાલાકી ભોગવી રહ્યા છે.દર ચોમાસે વરસાદ પડ્યાની સાથેજ અહીંના રહેણાંક મકાનો માં પાણી નો ભરાવો થાય છે જેના લીધે ગટર તેમજ સુ એજ લાઈન નું પાણી ઉભરાઈ ને ઘરો માં ભરાય છે.જે બાબતે વર્ષો થી અહીંના સ્થાનિક લોકો દ્વારા પંચાયત તંત્ર ને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા પાણી નાં નિકાલ ની કોઈ વ્યવસ્થા કરવા માં આવતી નથી.તેમજ ઘરો માં ગંદુ પાણી ભરાઈ રેહવાને લીધે અહીંના નાં ઘણા રહેવાસીઓ પોતાના મકાન હોવા છતાં પણ ઘર ખાલી કરીને ગામ માં મકાન ભાડે લઈ ને રહેવા મજબૂર બન્યા છે .વર્ષો થી હેરાન થતી આ વિસ્તાર ની પ્રજા ની તકલીફ ને દૂર કરવા પંચાયત તંત્ર કોઈ પણ પ્રકાર ની જહેમત ઉઠાવતા નથી કે નાં તો પાણી નાં કાયમી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી રહ્યા છે.વરસાદ માં ઓવરફ્લો થતી ગટર નાં પાણી ઘરો માં ઘૂસ્યા બાદ પાણી નિકાલ માટે દિવસો સુધી પ્રજા ને તકલીફ વેઠવી પડે છે તેમજ આવા પાણી ઘરો માં ઘૂસ્યા બાદ વિસ્તાર ની ગંદકી અને રોગ ચાડો ફેલાવાનો ભય તો છેજ તેમ છતાં અંબાજી ગામ ની પ્રજા આવી તકલીફ વર્ષો થી ભોગવી રહી છે અને અનેક રજૂઆતો કરવા છતાં પણ જો તંત્ર પ્રજા ની સમસ્યા નો નિકાલ નાં કરે તો પ્રજા કોની આગળ રજૂઆત કરવા જાય એ પ્રશ્ન વિચારશીલ બન્યો છે.