રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર દત્ત મંદિર ખાતે આજરોજ ગુરુ પુનમ દિવસ નિમિત્તે છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદ શ્રી ગીતાબેનરાઠવા એ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આ કાર્યક્રમમાં તેઓની સાથે નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય શારદાબેન તડવી તથા નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધા મિલ, ભારતીબેન તડવી સાથે ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ ભાઈ તડવી યુવા મોરચા મહામંત્રી અજય ભાઈ તડવી તથા નર્મદા જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અશોકભાઈ તડવી તથા એસ સી મોરચા યુવા પ્રમુખ ચિરાગભાઈ સોલંકી તાલુકા સદસ્ય દિનેશભાઈ તડવી( વાડી) નર્મદા જિલ્લા આદિ જાતિ મોરચાના પ્રમુખ પી.કે સોલંકી સાહેબ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ગીતાબેનરાઠવા એ ગામ લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યા હતા તેમજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મા નર્મદાના પણ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.