બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા કોકમ ગામે ૫ મી અનુસૂચિ ના ચુસ્તપણે અમલવારી માટે ગ્રામ પંચાયત ના સરપંચ ની અધ્યક્ષતા માં રૂઢિગત ગ્રામસભા મળી જેમાં આમંત્રિત ટ્રાયબલ એડવાઈઝર કમિટી ના સભ્ય અને દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ રૂઢિગત ગ્રામસભા નું ગઠન, તેના બંધારણીય અધિકારો, શાસન ની પ્રાવધાન વિશે લોકો ને સરળ ભાષમાં માહિતગાર કર્યા.
૧૯૩૫ મા પણ આદિવાસી વિસ્તાર ને પાર્ટલલી એક્સકલુન્ડેડ અને એક્સકલુન્ડેડ વિસ્તારો નક્કી કરી આ વિસ્તારના સંશાધનો જેવા કે જળ, જંગલ,જમીન અને ખનીજ પર સ્વશાસન નો અધિકાર આપવામાં આવ્યો. ૧૯૫૦ મા આઝાદ ભારતના બંધારણ મા એક્સકલુન્ડેડ વિસ્તાર ને અનુસૂચિ ૬ અને પાર્ટલલી એક્સકલુન્ડેડ ને અનુસૂચિ ૫ મા સમાવેશ કરી આદિવાસીઓ ને પરંપરાગત અધિકારો ની સ્વીકૃતિ આપેલ છે તેની અમલીકરણ ની જવાબદારી રાજ્યપાલ શ્રી, રાષ્ટ્રપતિ શ્રી, તેમજ ટ્રાયબલ એડવાઇઝર કમિટી ને આપવામાં આવેલ છે.
“આબુઆ દિશુમ આબુઆ રાજ” આપણા ગામ માં આપણું રાજ અનુસુચી વિસ્તારો માં આદિવાસીઓ નુ જ રાજ હોવું જોઈએ એવી જોગવાઈ આદિવાસી વિસ્તારોમાં ફક્ત આદિવાસીઓની જ સરકાર ચાલશે અહી લોકસભા કે વિધાનસભા ના કાયદા લાગુ પડશે નહિ. રૂઢિગત ગ્રામસભા એ કરેલા ઠરાવો ને સંસદ સભા પણ પડકારી શકે નહિ એવી જોગવાઈ અનુસૂચિ 5 મા કરવામાં આવેલ છે.
અનુસૂચિત વિસ્તાર માં દરેક સરકારી નોકરી મા 100% રિઝર્વેશન આદિવાસીઓ નું હશે. પટાવાળા થી લઇ કલેકટર સુધી આદિવાસી જ હશે.અનુસૂચિત વિસ્તારો માં વેપાર – ધંધા જેમ કે ચાયની દુકાન, પાન ની દુકાન, કપડાંની દુકાન, કાચામાલ ની દુકાન જેવી દરેક દુકાનો આદિવાસીઓ જ ખોલી શકશે ગેર આદિવાસીઓ ધંધો કરી શકે નહિ.અનુસૂચિત વિસ્તારો માં જમીન ની નીચે લોખંડ, સોનું, ચાંદી, કોલસો, બોકસાઈડ જેવી તમામ ધાતુ ઓ તથા જંગલો, નદીઓ, તળાવો, પહાડો, વીજળી, ખનીજો, વન્યપેદાશો પર આદિવાસીઓની જ માલિકી હશે સરકાર ને પણ જરૂર હશે તો વેચાતું લેવું પડશે.
અનુસૂચિત વિસ્તારો માં કલેક્ટર કે દેશ ના પ્રધાનમંત્રી પણ પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં.અનુસૂચિત વિસ્તારોમાં નગર પાલિકા ગેર સંવેધાનિક છે. જેવી જોગવાઈઓ ૫ મી અનુસૂચિત વિસ્તારો માં કરવામાં આવેલ છે.જેવા મુદ્દા ઓ ને લઇ ને ચર્ચા કરવા મા આવી
આજની રૂઢિગત ગ્રામસભા મા ૫ મી અનુસૂચિ તાલુકા અમલવારી સમિતિ નું પણ સર્વાનુમતે ગઠન કરી ઠરાવો કરી જિલ્લા પંચાયત, રાજ્યપાલશ્રી ને મોકલી આપવામાં આવ્યું.