મોરબી: રણ સરોવર પ્રોજેક્ટના વિરોધમાં હળવદ મામલતદારને આવેદનપત્ર અપાયું.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદના રણમાં મીઠું પકવતા અગરીયાઓ રણ સરોવર પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ધાગંધ્રા બાદ હળવદ ખાતે પણ મામલતદારને આવેદનપત્ર આપી રણ સરોવરથી પ્રોજેક્ટથી થતા નુકશાન અંગે પોતાની વ્યથા જણાવી હતી.

રણ સરોવરનું નિર્માણ થતાં રણમાં મીઠું પકવીને ગુજરાન ચલાવતા હજારો અગરિયાના પરિવારો બેકાર બની જશે તો નવી મીઠી જમીન ક્યાંથી આવશે ? નવી અગરિયાઓને ખેતી માટે જમીન આપવવામાં આવશે કે કેમ ? એશિયામાં ફક્ત અહીં જ જોવા મળતા ઘુડખર અભ્યારણ્યનું શુ થશે ? જેવી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. કચ્છનું નાનું રણ ઘુડખર અભ્યારણ છે તેમાં દુનિયાની લુપ્ત થતી પ્રજાતિ 5 હજાર ઉપરાંત ઘુડખર વસે છે. અત્યારે રણમાં આવેલા પ્રસિદ્ધ વચ્છરાજ બેટ રણ સરોવર પ્રોજેક્ટના લીધે ડૂબમાં જશે આવી ઘુડખરને આસપાસના ખેતરો અને ખરાબામાં આશરો લેશે જેથી ખેડૂતોની ખેતી અને ઘુડખર બંનેને નુકસાન થશે ત્યારે અગરિયાઓ મોટી સંખ્યામાં હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *