રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડાના સામરપાડા ગામે વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર નંગ-૧૪૫ તેમજ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ. ૨૮,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના હેઠળ શ્રી, એ.એમ.પટેલ પો.ઇન્સ એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. અ.હે.કો. મણીલાલ ધેરીયાભાઇ બ.નં. ૫૫૫ તથા અ.પો.કો. રાકેશભાઇ ચંપકભાઇ બ.નં. ૦રપનાઓ દ્વારા નાકાબંધી તેમજ વોચમાં હતા. તે દરમ્યાન એક મો.સા. નં. જી.જે. ૦૫-૨૫૨૬ નાની આવતા તેને પકડતા મોટર સાયકલ ઉપર દારૂના કવાટરીયા નંગ-૯૦ તથા બીયર નંગ-૫૫ તથા એક મો.સા. મળી કુલ કિ.રૂ. ૨૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અમિતભાઇ દિલીપભાઇ વસાવા રહે. ચીકદા તા.ડેડીયાપાડાને ઝડપી પાડી તેના વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી, પોલીસ અધિક્ષક શ્રી નર્મદાનાઓ દ્વારા જીલ્લાના પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તો નાબુદ કરવાની કડક સુચના તેમજ માર્ગદશનના પગલે એલ.સી.બી. નર્મદા સતત કાર્યશીલ છે.