રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા સોનિવાડ ની યુવતી અને નાંદોદ ના જીતગઢ ગામના યુવક વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હોય ગતરોજ યુવતીનો પીછો કરી યુવકે મારી નાંખવાની ધમકી આપી હોવાની યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ના સોનિવાડ માં રહેતી મોનિકાબેન રાજેશકુમાર જૈન એ આપેલી ફરિયાદ મુજબ તેને નાંદોદ ના જીતગઢ ગામના યુવક દિપકભાઇ દિવાલભાઇ વલવી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ગતરોજ એ પોતે રાજપીપળા બજારમાં કામ અર્થે આવેલ ત્યારે યુવકે તેનો પીછો કરી જણાવેલ કે તું ક્યા જાય છે તું મારી સાથે ચાલ મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેમ જણાવી ફરીયાદી પાસે બીભત્સ માંગણી કરતા મોનિકાબેને તેના વિરૂધ્ધમા પોલીસમાં ફરીયાદ કરવાનું જણાવતા મારૂ કોઇ કાંઇ બગાડી શકવાના નથી મને પોલીસની કોઇ બીક નથી હુ ગભરાતો નથી તેમ કહી બદનામ કરવાનું જણાવી મોનીકા તથા તેના દિકરા તીર્થને મારી નાખવાની ધમકી આપી માતાને ફોન કરી ગમે તેમ ગાળો બોલી છેડતી કરી હોવાની ફરિયાદ મોનિકા બેને રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દિપક દિવાલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.