રિપોર્ટર: પિયુષ કડિયા,નડિયાદ
બ્યુરોચીફ: નારાયણ સુખવાલ,ખેડા
વિહાર સોસાયટી માં ડૉ. મદનલાલ સોની ૨૩ વિહાર સોસાયટી , નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ હોવા છતાંય આરોગ્ય વિભાગ કે નગર સેવા સદન દ્વારા સેનેટાઇજેશન પણ કરવામાં આવેલ નથી. આસપાસ રહેતા નાના બાળકો, વૃદ્ધો સહિત તમામ રહીશો ભયમાં છે અને તંત્ર ની ઘોર બેદરકારી નો ઉત્તમ નમૂનો છે. બીજી તરફ પોલીસ ની ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી નજરે પડે છે . જે પોતાની ફરજ ને ખુબ જ નિષ્ઠા થી નિભાવી રહ્યા છે.અમો તમામ કોરોના દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફરે અને આ મહામારી અટકે તેવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ. આખરે મુદ્દાની વાત તો એ જ છે કે આરોગ્ય વિભાગ અને નગર સેવા સદન ની બેદરકારી થી ચેપ ફેલાવા ની શક્યતા ને નકારી ના શકાય.