રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં કૌટુંબિક ભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો ભાઈ-બહેનના સબંધને સર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.આવી ઘટનાઓ વધુ પડતા મોબાઈલના ખોટા ઉપયોગ ના કારણે જ ઘટતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે રહેતી 16 વર્ષીય સગીરા પોતાના ઘર આંગણે રમી રહી હતી ત્યારે નજીક જ રહેતો કૌટુંબિક ભાઈ જીજ્ઞેશ ખુમાન વલવી એને પટાવી ઘરમાં બોલાવી હતી.બાદ તુરંત જ ઘરનો દરવાજો બંધ કરી પોતાની જ કૌટુંબિક બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી જીજ્ઞેશે ધમકી આપી હતી કે જો તું કોઈને આ બાબતે કહીશ તો તને જાનથી મારી નાખીશ અને તારા ઘરના લોકોને ગામમા આવવા નહિ દઉં.
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા પોતાની સાથે બનેલી આ ઘટનાથી હેબતાઈ ગઈ હતી અને ઘરે જઈ આ સમગ્ર ઘટના બાબતે પોતાની માતાને જાણ કરી બાદ એની માતા આ મામલે જીજ્ઞેશને કેહવા ગઈ ત્યારે જીજ્ઞેશ એમને પણ ગાળો આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.દેડીયાપાડા પોલીસે હવસખોર જીજ્ઞેશ ખુમાન વલવી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.