જૂનાગઢ: કેશોદમાં કન્યા કેળવણી માટે નથવાણી પરિવાર તરફથી અનોખી પ્રવૃત્તિ કરી.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ શહેરમાં આજથી સિત્તેર વર્ષ પહેલાં વર્ષ ૧૯૫૧ માં કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા સ્વ. જીવરાજભાઈ કેશવજીભાઇ નથવાણી દ્વારા પોતાની ધર્મપત્ની સ્વ. ગોદાવરીબાઈ નથવાણી નાં નામે માત્ર દિકરીઓ ને શિક્ષણ સાથે કેળવણી મળી રહે એવાં હેતુથી દાન આપીને ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય નું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય વિતી જવાની સાથે શિક્ષણ પધ્ધતિ માં આવેલી આધુનિકતા ને કારણે ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય માં એક કોમ્યુનિટી હોલ ની જરૂરિયાત હોવાનું સ્વ જીવરાજભાઈ કેશવજીભાઇ નથવાણી નાં પુત્ર જંયતિભાઈ નથવાણી ને શાળા નાં આચાર્ય અને શિક્ષકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જે માંગણી સહર્ષ સ્વીકારી દાતા ના પરિવાર તરફથી વિશાળ સભાખંડ બંધાવી આપવામાં આવેલ છે. દાતા શ્રી જયંતીભાઈ જીવરાજભાઈ નથવાણી નાં ૮૫ માં જન્મ દિવસે કેશોદ ખાતે દાતાઓના પરિવારજનો અને જીલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાના આચાર્ય તથા શિક્ષકો ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયંતીભાઈ જીવરાજભાઈ નથવાણી દ્વારા કેશોદ શહેરમાં આવેલી ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય માં ભવ્ય કોમ્યુનિટી હોલ અર્પણ કરી અનોખી રીતે યાદગાર જન્મ દિવસ ઉજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *