મહીસાગર:બાલાસિનોર નગરમાં કેટલી જગ્યાઓએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં તેમજ લટકી પડેલી જોવા મળી.

Mahisagar
રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર

બાલાસિનોર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં કેટલી જગ્યાઓએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં તેમજ લટકી પડેલી જોવા મળે છે પાલિકા દ્વારા નગરના ચોક વિસ્તારમાં મોટી હેલોજન નાખવામાં આવી હતી જેમાં કેટલીક બંધ થઈ ગયેલ હતી નગર પાલિકા સદન આગળ જ થાંભલા ઉપર લાઈટ હેલોજન બંધ હાલતમાં છે જ્યારે નગરના કેટલાય વિસ્તારમાં જ્યાં જરૂર નથી ત્યાં એક થી વધુ લાઈટ મુકવામાં આવે છે અને નગર ના સોસાયટી વિસ્તારમાં જરૂર છે ત્યાં ઉપેક્ષા સેવવામાં આવે છે આ અંગે નગર પાલિકા ચીફ ઓફિસર નું ધ્યાન દોરતા તેઓ જણાવે છે કે આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે નગર માં હાલ ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે અને હાલના સમયમાં સોસાયટી વિસ્તારમાં ચોરી નો ભય છે તો આવા સમયમાં આ અંગે પ્રિમોનસૂન કામગીરી હેઠળ તાકીદે રીપેરીંગ તેમજ જરૂર જણાય ત્યાં લાઇટની સુવિધા ઉભી કરાય તેવી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *