રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ ના કેસ વધી રહ્યા છે તેથી રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ રાજુલા શહેરમાં કોરોના સંદભૅ શંખેશ્વરી માતાજી મંદિર તેમજ દુર્લભનગર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુભાઇ વોરા સાથે રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સાથે જોડાયા હતા. અમરીશભાઈ એ કહ્યુ હતું પાલિકા તેમજ પોલીસ તેમજ આરોગ્ય વિભાગ અને સાથે અન્ય તંત્રની કામગીરી ને બિરદાવી હતી.
