રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લોકડાઉન ને કારણે લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો હવે અનલોક થાય તેવી નર્મદા બાર એસોસિયેશન એ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજને રજૂઆત કરી છે. લોકડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો તબક્કાવાર ચાલુ કરવા નર્મદા બાર એસોસિયેશનએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજ ને રજૂઆત કરી છે.
નર્મદા બાર એસોસિયેશનના જણાવ્યા અનુસાર હાલમાં કોરોનાની મહામારી એ આપણા ભારત દેશમાં કહેર મચાવ્યો છે.તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટ અને તેના તાબા હેઠળની અદાલતો લોકડાઉનના સમય દરમિયાન સંપૂર્ણ રીતે બંધ છે. જે આજદિન સુધી ન્યાયતંત્ર જાહેર જનતા કે વકીલ માટે ખુલ્લુ મુકવામાં આવેલ નથી જેનાથી જાહેર જનતાને તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે ઓન લાઈન મારફતે કેટલાક કામો એ ફાઇલિંગ થી થાય છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જિલ્લામાં હજી ઇન્ટરનેટ નેટવર્ક ની ખુબજ તકલીફ છે ત્યારે નાના ગામડાઓમાં ઈ-ફાઇલિંગ શક્ય નથી જેથી વહેલી તકે જિલ્લાની તમામ કોર્ટો ચાલુ થાય તેમ જિલ્લાના તમામ વકીલો ઈચ્છી રહ્યા છે.
