રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોઈ વરસાદ વહેલો આવતા કપાસ તેમજ અન્ય પાક ના બિયારણ નું વાવેતર કર્યું હતું ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે ફરી વરસાદ થતાં ખેડૂતોએ કરેલ કપાસ નું વાવેતર ઉગવા લાગ્યું છે જે કપાસ નો છોડ વધુ ઉછેર થાય તેને લઈ ખેડૂતો હવે ખેતર મા કામ કરવા લાગ્યા છે કેટલાક ખેડૂતો વાવેતર કરેલ બિયારણ ઉગી ગયું છે છોડની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું હોઈ ખેડૂતો નિંદામણ કરી રહ્યા છે સાથે ખેડૂતો બળદ સાથે હદલાકડા જોડી ખેતર માં ખેતી કામ કરી રહ્યા છે ખેડૂતો ને હજુ વરસાદ ની જરૂર છે તેમ જણાવી રહ્યા છે. વરસાદ હાથ ટાળી આપી જતો હોય નસવાડીની આસપાસ વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે.
