અમરેલી: ત્રણ બાઈક ચોર્યાની કબુલાત: ચાર ચોરાઉ બાઈક કબજે લેતી એલ.સી.બી.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી, આવા ગુનેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા કે.જે.ચૌધરીના માર્ગદર્શન તળે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર આર.એમ.ઝાલા તથા પોલીસ સબ ઈન્સ. એચ.એસ.રોગલિયા, પોલીસ સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધાર રાજુલા પોલીસ સ્ટેશન ત્રણ ગુનામાં આરોપી કાર્તિકભાઈ વાઘજીભાઈ લહેરી રહે.મુંજીયાસર તા.ખાંભાવાળાના કબજામાંથી ત્રણ મોટર સાઈકલ પકડી પાડેલ હોય તેમજ મજકુર ઈસમે અગાઉ ત્રણ માસ પૂર્વે રાજુલા જાફરાબાદ રોડ ઉપર મેટ્રો એપાર્ટમેન્ટ નીચેની એક સી.ડી.ડિલકસ કિ.રૂા.૨૦,૦૦૦ની મોટરસાઈકલ પોતાએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોય જે મોટર સાઈકલ ચોરીને ગુનો રાજુલા પોલીસ સ્ટેશન ભાગ ઈ.પી.કો. કલમ ૩૭૯ થી રજી થયેલ હોય જે તમામ ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *