રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સદ્નનસીબે પાવર બંધ થઈ જતાં જાનહાની ટળી, બહુમાળી બિલ્ડિંગ નાં રહીશો એ સાવચેત રહેવા અપીલ
કેશોદ શહેરમાં આવેલા અમૃતનગર વિસ્તારમાં જુદા-જુદા બહુમાળી બિલ્ડિંગ આવેલાં છે. કેશોદના અમૃતનગરમાં પ્રવેશતાં જ આવેલ આસ્થા હોસ્પિટલ ની બાજુમાં જીઇબી નું ટ્રાન્સફોર્મર આવેલું છે જ્યાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા અચાનક ગેલેરી કે અગાશી પરથી ભીનાં કપડાં ટ્રાન્સફોર્મર પર પડતાં શોર્ટસર્કિટ નાં કારણે હરિ મીલ ફિડરનો વિજ પુરવઠો દોઢક કલાક સુધી ખોરવાઈ ગયો હતો. કેશોદના અમૃતનગરમાં આવેલ આસ્થા હોસ્પિટલ ની બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મર પર કપડાં પડી જવાની ઘટનાઓ આગાઉ પણ ત્રણેક વખત બનેલી છે ત્યારે કેશોદ જીઇબી નાં એન્જિનિયર કાતરીયા સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં બહુમાળી બિલ્ડિંગ માં વસતા લોકો એ બાજુમાં ટ્રાન્સફોર્મર આવેલું હોય તો શોર્ટસર્કિટ થાય એવી વસ્તુઓ સુકવતા કે ફેંકતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ. આજરોજ કેશોદ અમૃતનગર વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલ ની બાજુમાં જીઇબી નાં ટ્રાન્સફોર્મર પર કપડાં પડતાં પાવર બંધ થઈ જતાં સદનશીબે જાનહાની ટળી હતી.