રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા પંચાયત ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ના કર્મચારીઓનો નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઈ તડવી( મહાકાળી) તથા ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ ના હસ્તે તમામ કેડરના કર્મચારીઓનું સન્માન પત્ર આપી તેઓની કામગીરી બિરદાવવામાં આવી આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મિતેશભાઇ ભટ્ટ તથા કન્વીનર અમિતભાઇ વ્યાસ સાથે નર્મદા આરોગ્ય કર્મચારી સંઘના ઉપપ્રમુખ પિયુષભાઈ પારાસર સાથે ગરુડેશ્વર તાલુકા આરોગ્ય યુનિયનના પ્રમુખ વિપિન તડવી તથા ગીરીશભાઈ બારીયા તથા ખજાનચી વિજય ભાઈ પરમાર તથા માજી ખજાનચી વી પી પ્રજાપતિ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ નાંદોદ તાલુકા કક્ષાએ પણ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાકીના તાલુકાઓમાં પણ આ જ રીતે કોરોના યોદ્ધાઓ નું સન્માન કરવામાં આવશે.