અમરેલી: જાફરાબાદ મામલતદાર કચેરીમાં જર્જરીત નવી બનાવવા કરવામાં આવી રજુઆત.

Amreli Latest
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

જાફરાબાદ મામલતદાર કચેરીમાં ૪૩ ગામ ના તેમજ જાફરાબાદ શહેરના લોકો ખેડૂતો વિદ્યાર્થીઓ ની અનેક કામગીરી માટે અંદાજિત ૩૦૦ થી ૪૦૦ ની સંખ્યામા રોજબરોજ માટે અવર જવર રહે છે.અને છેલ્લા ધણા સમય થી આ બિલ્ડીંગ અતિ જર્જરિત હાલત થયેલ હોય ત્યારે મોટો અકસ્માત થવા નો ભય અધિકારી અને કર્મચારી ગણ મા ચર્ચા નો માહોલ જોવા મળી રહ્યો છે

ત્યારે આ કચેરી નું બિલ્ડીંગ ક્યારે ધરાશય થઈ જાય તેનું કાઈ નક્કી નથી આ કચેરી મા બેસતા અધિકારી કર્મચારી અને અરજદારો ની કોઈ સલામતી રહેલ નથી આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ના ધ્યાન આપતું નથી ત્યારે ફરી માર્કેટીંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ સામાજિક કાર્યકર ગૌરાંગ ડૉક્ટર દ્વાર રજુઆત કરવા,આવી હતી…

જાફરાબાદ મામલતદાર કચેરી એટલી જર્જરિત છે કે થોડા સમય પેલા પોપડો પડતા એક કમૅચારી ને હાથ માં ફેક્ચર થયુ હતું. કર્મચારીઓ પોતાના જીવના જોખમે નોકરી કરતા હોય ટોઇલેટ બાથરૂમ છે તો દરવાજા નથી મહીલા માટે તો અહીં કોઈ સુવિધા જ નથી અને અતિ જર્જરિત મલતદાર બિલ્ડીંગમા કોઈ મોટા અકસ્માત થાય તેની રાહ જોય રહ્યું છે અને કોઈ કર્મચારી કે અરજદાર નો જીવ જાય તેની રાહ જોવે છે શુ?

નવી કચેરી બનાવવા માટે કોની રાહ જોય રહ્યું છે તંત્ર તેવા સવાલો ઉઠી રહ્યા છે હાલ સોમાસાની સીઝન સાલતી હોય જોરદાર વરસાદ પડે તો આ કચેરી પડવાની સકયતા હોય તો નવી કચેરી ક્યારે અથવા બીજું મકાન ભાડે રાખે જેથી કરી ને કોય અધિકારી કર્મચારી અરજદારોનો જીવ બચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *