રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
સાવરકુંડલા શહેરના મહુવા રોડ બસ્ટેશન પાસે પડ્યો મોટો ભુવો
ચાલુ ટ્રેક્ટરે ભુવો પડતા પાછલુ ટાયર ભુવામાં ગરકાવ થયું
પાણીનો ટાકો કરવો પડ્યો આખો ખાલી જાનહાની ટળી
નવાઈ ની વાત તો એ છે કે આ રોડ ૩૦ દિવસ પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે
૩૦ દિવસ માજ રોડ રસ્તા માં પડવા લાગ્યા ભુવા
૩૦ દિવસ પહેલા બનેલા રોડ મા શરમ જનક વાત એ પણ છે કે રોડ બનતો ગયો અને પાછળ થિંગડા પણ મારવા પડ્યા
આખરે સવાલ એ કે સાવરકુંડલા ની જનતા ને આવા જ રોડ ના વિકાસ જોવા મળશે ?
તંત્ર કેમ આ બાબતે ચૂપ છે તે લોકોમા ચર્ચા ચાલી રહી છે.