નર્મદા: રાજપીપળા વડીયા પેલેસ પાસેની બેંક ઓફ બરોડામાં સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવવા ઉપરી અધિકારીને રજુઆત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

અંબિકા નગર સોસાયટીની બહાર આવેલી બી.ઓ.બી માં સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવવા બાબતે બેંક મેનેજર ને જાણ કરી ત્યારે ઉડાઉ જવાબ મળતા રિજીઓનલ મેનેજર ને રજુઆત કરાઈ..

રાજપીપળાના વડીયા પેલેસ નજીક આવેલી બેંક ઓફ બરોડા ની શાખા માં કોરોના મહામારી વચ્ચે પણ સોશ્યિલ ડિસ્ટનસિંગ ના ધજાગરા ઉડતા ત્યાંની સોસાયટી ના રહીશો એ રજુઆત કરતા બેંક મનેજર નો બેજવાબદારી ભર્યો જવાબ મળતા આખરે કંટાળેલા સોસાયટીના રહીશોએ બી.ઓ.બીના રિજીઓનલ મેનેજરને લેખિત રજુઆત કરી છે.

રજુઆત માં જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે.બેન્ક ઓફ બરોડા,વડીયા પેલેશ ખાતે દિવસભરમાં ૧૦૦ થી વધારે માણસો બેન્ક ના કામાર્થે આવન જાવન કરે છે. પરંતુ બેન્ક ઓફ બરોડા તરફ થી કોઇપણ પ્રકારનો સોસીયલડીસટન્સીંગ જાળવવામાં આવતું નથી અને કોઇપણ પ્રકારના પ્રયત્નો બેન્ક પ્રસાસન તરફથી કરવામાં આવાતા નથી. માટે તે અંગે મેનેજરને જણાવતા “તે અમારી ફરજ મા આવતું નથી” તેવો બેદરકારી અને બેજવાબદારી વાળો જવાબ અમને આપવામા આવે છે. જેથી કોરોના માહામારીમાં સોશ્યિલ ડીસટન્સીંગ જળવાય તે અંગે મૌખિત અને નમ્રતા પૂર્વક રજુઆત કરતા મેનેજર અમારી પાસે લેખીતમાં અરજી આપો પછી અમે કાર્યવાહી કરીશું તેવી માગણી કરે છે અને હાલની ગંભીર પરીસ્થિતિ સામે આખ આડા કાન કરે છે. માટે આ પરિસ્થિતી ધ્યાન પર લઇ ઘટતી કાર્યવાહી ક૨વા અંબિકા નગર સોસાયટી ના રહીશો દ્વારા બી.ઓ.બી ના રિજીઓનલ મેનેજરને રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *