રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નેત્રંગ નજીકના વિસ્તાર માંથી ગરુડેશ્વર તરફ આવી પહોંચેલી 13 વર્ષીય બાળકી ને 181 હેલ્પ લાઈન સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી ગઈ હતી. નર્મદા જિલ્લા માં અટવાયેલી, ત્યકતા, નિરાધાર મહિલાઓ માટે સેવાકાર્ય કરતી રાજપીપળા ખાતે ની સખી વન સ્ટોપ સેન્ટર એક બાદ એક સેવાકાર્ય કરતી હોય હાલ માજ એક અટવાયેલી 13 વર્ષીય બાળકી નું તેની માતા સાથે મિલન કરવી વધુ એક સફળ કામગીરી પાર પાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૧ જુલાઈ ના રોજ નેત્રંગ નજીકના એક વિસ્તારમાં માતા સાથે રહેતી 13 વર્ષીય બાળકી કે જે પિતા ની છત્રછાયા ગુમાવી ચુકી હોય માતા મજૂરી કામ કરી બંને નું ગુજરાન કરતી હોય એવી બાળકી અચાનક નેત્રંગ તરફ થી ગરુડેશ્વર આવી પહોંચી ત્યારબાદ એ રસ્તો ભૂલી પડતા કોઈકે 181 મહિલા હેલ્પલાઈન ને જાણ કરતા હેલ્પલાઇનન ની ટિમ આ બાળકી ને રાજપીપળા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી જતા સખી વન સ્ટોપ સેન્ટર અને બાળ સુરક્ષા ની ટિમો દ્વારા આ બાળકી નું કાઉન્સર્લિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એના પિતા નથી માતા સાથે રહે છે પરંતુ ગામ નું નામ ખબર નથી છતાં રસ્તો જોયેલો છે.જેથી સખી વન સ્ટોપ સેન્ટર ની ટીમે બાળકી સાથે રહી એણે બતાવ્યા મુજબ ના રસ્તે લઈ જતા આખરે તેની માતા મળી આવતા માતા પુત્રી નું મિલન કરાવી વધુ એક સફળ કામગીરી પાર પાડી હતી.