અરવલ્લી: મેઘરજના ખેરાઈ ગામે ૬૬ કે.વી. સબસ્ટેશનનો પ્રારંભ: ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠાની માંગ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મેઘરજના ખેરાઈ ગામે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા હિંમતનગર વર્તુળ કચેરીના અધિ.ઇજનેર પી.સી.શાહના હસ્તે ૬૬ કે.વી સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોડાસા યુ.જી.વી.સી.એલ કચેરીના કાર્યપાલક એ.પી પટેલ અને ટીંટોઇ ડિવિઝન ના વીજ અધિકારી બી.વી ફેરા સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેરાઈ ગામે ૬૬ કી.વી સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવતા આજુબાજુના ૫૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થતા લોકોમાં આનંદ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *