રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જે.પી.સી ખુર્શીદ અહેમદ, ડી.કઈ.પી. મનોહરસિંહ જાડેજા, ડી.કઈ.પી પ્રવિણકુમાર મીણાની સુચનાથી એ.સી.પી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને એસ.ઓ.ગઈ.પી.આઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી હકીકત આધારે પ્રદીપસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ અને ફર્લો સ્ક્વોડના ઝહીરભાઈ ખફીક સહિતનાને સાથે રાખીને માલિયાસણ સોખડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી આઈ-૨૦ કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા સ્કૂલબેગ માંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેનો વજન કરતા ૧૬ કિલો ૨૫૪ ગ્રામ થતા તે કબ્જે લઇ માધાપર ચોકડી વિનાયક વાટિકા પાસે અવધ રેસિડેન્સીમાં રહેતા ગાયક કલાકાર મનીષદાન નવલદાન ગઢવીની ધરપકડ કરી હતી. તેની પાસેથી કાર, ફોન અને ગાંજા સહીત કુલ રૂ.૫,૦૭.૫૨૪ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.