રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ બિમલ પટેલ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ઠાકોર સત્તાનો દુરુપયોગ કરતા પ્રાદેશિક પાલિકા કમિશનરે પાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદ રદ નો હુકમ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સત્તાનો દુરુપયોગ કરવા બદલ વિરમગામ પાલિકાના બે કાઉન્સિલર ના ડડસભ્યપદ રદ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન ને વગર મંજુરી બાંધકામ કરવા તેમજ બાંધકામ થતું નહી અટકાવવા અને ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકો અનિયમિત યોજી પોતાની સત્તાનો દુરુપયોગ કરવા ના સંદર્ભમાં પ્રાદેશિક પાલિકા કમિશનરે બંનેને પાલીકાના નગર સેવકોનું પાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદ રદ નો હુકમ કરતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે ઉપપ્રમુખ કોંગ્રેસ બિમલભાઈ પટેલ છે ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન ભાજપના સભ્ય ભરતભાઈ ઠાકોર છે જે બંને સભ્યોમાં ઉપપ્રમુખ વિરૂદ્ધ માં વિરમગામ માં વગર મંજૂરીએ શોપિંગ કોમ્પ્લેક્સ બાંધવા તથા ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન દ્વારા તે બાંધકામને નહિ અટકાવી અને ટાઉન પ્લાનીંગ સમિતિ ની બેઠક નિયમિત નહીં યોજીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી બિનઅધિકૃત બરીતે બાંધકામ કરવાની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપી ફરજ ભંગ હેઠળ કાર્યવાહીમાં પ્રાદેશિક પાલિકા કમિશનરે બંને પાલિકાના સભ્યનું સભ્યપદ રદ કરતો હુકમ કરતા શહેર માં પાલિકાના આંતરિક રાજકારણ ના ડખા ને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી સભ્યપદ રદ કરવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો હતો
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ બિમલ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ ઠાકોર બેવ ને સભ્યપદેથી દૂર કરાયા છે.