રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામા આવેલ સાલોજ ગામે કરાલી પોલીસ ને મળેલી ચોક્કસ બાતમી ને આધારે નાકાબંધી કરી હતી ત્યારે પાવીજેતપુર ના કાવરા તરફ થી ભીંદોલ તરફ બોલેરો ગાડી જતી હતી જે બાતમી મળેલ હતી તેજ ગાડી આવતા તેને ઉભી રાખતા ગાડીમાં બેઠેલા ૨ બુટલેગર ફરાર થઈ ગયા હતા તયારે પોલીસે બોલરો નું ચેકીંગ કરતા તેમાંથી વિદેશી દારૂ નંગ ૬૨૧ બોટલ તેની કિંમત રૂ.૨,૧૩,૫૫૫ માડેલ હતી અને બોલેરો ગાડી ની કિંમત ૫ લાખ મળી કુલ ૭,૧૩,૫૫૫ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.