રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી માં વરસાદી પાણીના નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદ ના પત્ર ના અખબારી અહેવાલ બાદ પાલીકા ની ટિમો કામે લાગી હતી. રાજપીપળા શહેર માં ગંદકી ની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હોય એવા સમયે જ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા ના રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ના નિવસ્થાન ની આસપાસ પણ ઘણા લાંબા સમય થી વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી થતી હોવાનો પત્ર ખુદ સાંસદે પાલીકા ના ચીફ ઓફિસર ને લખ્યો હોય જેનો અહેવાલ અખબારો માં આવ્યા બાદ પાલીકા ની ટિમો કામે લાગી અને યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી.
કામ શરૂ કરતાં પહેલાં નિરીક્ષણ માટે નીકળેલી પાલીકા ટિમ માં ચીફ ઓફિસર જયેશ પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,ભાજપ યુવા મોરચા ના જિલ્લા ઉપ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,પાલીકા ના ઈજનેર ભરત આહીર,હેમરાજસિંહ રાઠોડ સહિતનો કાફલો રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે પહોંચી સમસ્યા નું નિરીક્ષણ કરી તાત્કાલિક કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી. આમ સાંસદ ના પત્ર ની અસર થતા પાલીકા દ્વારા આ સોસાયટી માં વર્ષો ની સમસ્યા નો હવે અંત આવશે.