રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લા ના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ની જવાહર નવોદય વિદ્યાલય ની મુલાકાત લીધી હતી. આ વિદ્યાલય મા અમરેલી જિલ્લા ના બાળકો જે અભ્યાસ કરે છે તેના માટે આજના યુગ મુજબ ની સુવિધા સંપન્ન કમ્પ્યુટર લેબ નુ લોકાર્પણ અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક,દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલિયા, પ્રાંત અધિકારી ઉંધાડ, જિલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ની આ સુંદર સંસ્થા નુ કેમ્પસ જોઈ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ આનંદિત જોવા મળ્યા હતા.