મોરબી: હળવદ પાણી ભરેલી નર્મદા કેનાલમાં નંદી ફસાઈ જતા જીવદયા પ્રેમી યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ગૌવંશનો જીવ બચાવ્યો.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ માર્કેટિંગ યાર્ડ અને ન્યાયમંદિર વચ્ચે આવેલ નર્મદા કેનાલ માં ગૌવંશ પાણી માં ડૂબી જતાં તે વાત ની જાણ સ્થાનિકો ને થતા તેમને જીવદયા પ્રેમી યુવાનો ને આ ઘટના ની જાણ કરતા જીવદયા પ્રેમી યુવાનો ગણતરી ની મિનિટો માં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગૌવંશ નો જીવ બચાવવા પોતાના જીવ ના જોખમે રાત્રી ના અંધારા માં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને યુવાનો પણ કેનાલ ના પાણી માં ઉતરી અને મહામહેનતે તેને દોરડા ના માધ્યમ થી કેનાલ ની બહાર કાઢી ગૌવંશ નો જીવ બચાવવા માં નિમિત્ત બન્યા હતા આમ આ હળાહળ કલિયુગ માં પણ જીવ ના જોખમે નિ:સ્વાર્થ સેવા કરવા વાળા યુવાનો છે એટલે જ દયા જીવંત છે કરુણા જીવંત છે એમ કહી શકાય.આમ શ્રી રામ ગૌશાળા સ્વયંસેવકો અને જીવદયા પ્રેમી સર્વે કાળુભાઇ દલવાડી , વિજય ભરવાડ , હમીરભાઈ ગોહિલ , કાર્તિક ખત્રી , પાંચાભાઈ ભરવાડ , સુરેશભાઈ ઠાકોર , કાનાભાઈ વાઘેલા જયપાલભાઈ રબારી , ગોકુલભાઈ ભરવાડ અને તપન દવે સહિત સેવાભાવી યુવાનો આ સતકાર્ય માં નિમિત્ત બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *