અમરેલી: રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની પી.કે.જોશીની નિમણુંકને આવકારતા સરપંચો તથા આગેવાનો.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા તાલુકા પંચાયત કચેરીમાં વયમર્યાદાનાં કારણે એન.પી.ત્રિવેદી સાહેબ નિવૃત થતા તેમનાં સ્થાને નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રણવભાઈ જોશીની નિમણુંક થતાં તા.પં.નાં પૂર્વ પ્રમુખ બળવંતભાઈ લાડુમોર,પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર કુંડલિયાળા સરપંચ ગાંગાભાઈ હડિયા,વડલીનાં સરપંચ મગનભાઈ હડિયા,પીપાવાવનાં પૂર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, માંડળના સરપંચ ઉકાભાઈ હડિયા, ઉંટિયાનાં સરપંચ ભાણાભાઈ લાખણોત્રા તથા યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ સહિતનાં આગેવાનોએ અભિનંદન પાઠવી.આગામી દિવસોમાં ગ્રામ પંચાયતો અને તાલુકાનાં વિકાસને પ્રાધાન્ય આપશે તેવી અપેક્ષા સાથે આ નિમણૂક ને આવકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *