અમરેલી: જાફરાબાદ પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનું કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સન્માન કરાયું.

Amreli
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ને કોળી સમાજ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે ની જવાબદારી સોપવામાં આવી હતી ગાંધીનગર કોળી સમાજ ની વાડીમાં ગુજરાત ભરમાંથી કોળી સમાજ ના આગેવાનો તેમજ હોદ્દેદારો ભેગાં મળી ને હિરાભાઈ સોલંકી ને ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકે ની જવાબદારી આપી હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ પૂર્વ સંસદીય હીરાભાઈ સોલંકી કોળી સમાજ ગુજરાત પ્રમુખ બનતા જાફરાબાદ કોળી સમાજ ખૂબ આનંદ જોવા મળ્યો હતો.

રાજુલા જાફરાબાદ ખાંભા ના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી ને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ની જવાબદારી સોપવામાં આવતા જાફરાબાદ કોળી સમાજ દ્વારા ફટાકડા ફોડી તેમજ ફૂલ હાર પેરાવી સન્માન કરવામાં આવ્યું. કોળી સમાજ ના આગેવાનો દ્વારા ભાજપ સરકાર પાસે માંગણી કરી હતી કે હિરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ મા સ્થાન આપો અથવા શેર નિગમ મા સ્થાન મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *