બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોય મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તાત્કાલિક ધોરણે મરામત કરવા માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસની સરકારને માંગ બાબરીયાધાર થી મહુવા તરફ જતા જોલાપરી બ્રિજ અતી બિસ્માર હાલતમાં હોય તેમજ પુલમાથી સરીયા પણ નિકળી ગયા હોય પિલોરમાથી કાકરીયો નિકળી ગઈ છે.અને આ બ્રિજ પરથી મોટા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો તેમજ ભણવા આવતા વિદ્યાર્થીઓ કાયમી માટે પસાર થાય છે ત્યારે આ પુલની સ્થિતી અતિ દયનિય હોવાથી કોઈ મોટી દુર્ધટના ન સર્જાય તે પહેલા તંત્ર દ્વારા પુલનુ મરામત કામ શરૂ કરે તેવી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ (બોસ)ની સરકાર ને માંગ કરાઈ છે.