રિપોર્ટર: ગૌતમ વ્યાસ
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરિંગ ઓનલાઈન પદ્ધતિ મુદ્દે નસવાડી તાલુકાના ચૂંટાયેલા ભાજપ અને કોંગ્રેસના સરપંચોએ કર્યો વિરોધ.નસવાડી તાલુકાના સરપંચ પરિષદ દ્વારા સરપંચો સાથે આ મુદ્દે નસવાડી તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરિંગ રદ કરવા રજૂઆતો કરી હતી.હાલમાં મનરેગાના કામો માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા માલ સામાન સપ્લાયની કામગીરી ઈ-ટેન્ડરીંગ પધ્ધતિ ચાલુ કરી છે. જેનો છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના સરપંચો વિરોધ કરી રહયા છે.કારણ કે પાછલા વર્ષોમાં તાલુકા કક્ષાથી મટીરિયલની ખરીદી થતી હતી હવે જિલ્લા કક્ષાએ મટીરિયલ ખરીદી થાય છે.