રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
હાલ ભારત-ચીન વચ્ચે આ સમયે સીમાવિવાદ તણાવ છે. ગલવાનમાં ૨૦ ભારતીય સૈનિકોના મૃત્યુ બાદ સૈન્યસ્તરની વાતચીત અગાઉ ભારતે ચીની સાથે સંબંધિત ટિકટૉક સહિત ૫૯ ઍપ પ્રતિબંધિત કરી છે. ભારત સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચાઇનીઝ સૈનિકો સાથે હિંસક સંઘર્ષમાં ભારતના ૨૦ સૈનિકોના જીવ ગયા બાદ ભારતમાં ચીની સામાન, સોફ્ટવેર અને ઍપ વગેરેના બહિષ્કારના અવાજ ઊઠ્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત આઈટીમંત્રાલય અનુસાર આ ઍપ ‘ભારતના સાર્વભૌમત્વ તેમજ એકતા, સુરક્ષા અને વ્યવસ્થા માટે નુકસાનકારક’ ગણાવીને પ્રતિબંધ લગાવાયો છે.’આઈટી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે ‘ભારતમાં કરોડો મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝરના હિતોને જોતાં આ નિર્ણય લેવાયો છે. જેથી ઇન્ડિયા સાઇબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.’ આઈટી મંત્રાલયે આઈટી એક્ટ સૅક્શન ૬૯ અંતર્ગત આ પગલું ભર્યું છે. આ ઍપ ઍન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રકારનો પ્રતિબંધ લદાયા બાદ હવે ઍન્ડ્રોઇડ અને આઈઓસ એમ બન્ને પ્લૅટફૉર્મને પોતાના સ્ટોરમાંથી આ ઍપને હઠાવવી પડશે.એક બાજુ યુદ્ધની સ્થતિ સર્જાઈ છે, યુદ્ધ ના ભણકારા થઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેર ભારતભરમાં ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામા આશરે ૧૨૦૦ જેટલી શાળાઓમાં ચીની ટેબલેટ આપતાં લોકોમાં અનેક પ્રકારના સવાલો એ જન્મ આપ્યો છે.
વિકાસના નામે બણગા ફૂકતી અને જાહેરમાં દેશપ્રેમ ની મોટી મોટી વાતો કરતી સરકાર દ્વારા મોટાપાયે સરકારી વ્યક્તિઓની આવામાં આવેલા ખરીદી માટેના કોન્ટ્રાક્ટ ચીની ટેબલેટ ખરીદી કરી છે. એકબાજુ શાળાઓમાં વિધાર્થીઓને દેશભક્તિના પાઠ ભણાવાય છે બીજી બાજુ શાળામાં જ ચીની વસ્તુઓ આપીને સરકાર દ્વારા દોગલી ચાલ ચાલતાં વિધાર્થીઓમાં પણ કુતૂહલ સર્જાયું છે. એકબાજુ વેપારી મંડળ દ્વારા ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા આપવા આવેલા ટેબલેટ અનેક પ્રશ્નો સર્જ્યા છે.