મહીસાગર: લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામના ફળિયામાં જ શિક્ષણની વ્યવસ્થા કરીને બાળકોને શિક્ષણ આપી અભિયાન છેડ્યું.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી નો સમાનો કરી રહ્યું છે ત્યારે શાળાઓ કોલેજ પણ બંધ છે એવા સમયે વિધાર્થીઓનું શિક્ષણ ન બગડે અને ફ્રી સમયમાં બાળકો સદુપયોગ થાય એવા ઉમદા હેતુથી લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામની નવજીવન હાઇસ્કુલ ના શિક્ષકોએ નવો અભિગમ કેળવ્યો છે. ગામના બાળકોને ફળિયામાં જ શિક્ષણની વ્યવસ્થા કરીને બાળકોને શિક્ષણ આપવાનું અભિયાન છેડ્યું છે. નવજીવન હાઇસ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલ મહીસાગર જિલ્લામાં થાણા સાવલી ગામમાં વિધાર્થીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપવાની શિક્ષકોનો ઉત્સાહ સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *