ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે ટુરીઝમ કોર્પોરેશન લી.ની તોરણ હોટલને પી.પી.પી. ઘોરણે આપવાનુ આયોજન.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

રૂપિયા ૯.૦૦ કરોડના ખર્ચે અઘતન સુવિઘા સજ્જ તોરણ હોટેલને પી.પી.પી. ધોરણે આપવા માટેની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી

અતિથિદેવો ભવ રાજ્ય અને રાજ્ય બહારથી ગુજરાતના પ્રવાસે આવતા પ્રવાસીઓને માળખાગત સુવિઘા આપવા માટે કટિબદ્ઘ નિર્ણાયક રૂપાણી સરકાર

ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે રૂપિયા ૯.૦૦ કરોડના ખર્ચે પી.પી.પી.ધોરણે તોરણ હોટેલને વઘુ સગવડતા આપવા માટે મંજુરી આપવામાં આવેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી આપવામાં આવેલ છે.
ચાવડાએ વઘુ વિગત આપતા જણાવ્યુ હતું કે પર્યટન સંબંઘિત વ્યાપારી પ્રવૃતિઓનું વિકાસ ટૂરીઝમ કોર્પોરેશન હાલમાં રહેવાની વ્યવસ્થા અને બોર્ડિંગ જેવી વિવિઘ પ્રવૃતિઓમાં વ્યસ્ત છે. વેરાવળ સોમનાથ ખાતે દરિયા કિનારે ભગવાન સોમનાથ મહાદેવનાઅ મંદિર ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. તેમજ પ્રવાસીઓ આગળના પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે રાત્રી રોકાણ તેમજ ભોજનની સુવિઘા મળી રહે તેવા આશય સાથે પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર કટિબદ્ઘ છે.
ગુજરાતમાં હોટલના ઓરડાઓ અને સ્યુટ રૂમ સજજ છે.પ્રવાસીઓ જ્યારે તેઓ કોઇ ફુરસદની યાત્રા પર હોય ત્યારે ઘર જેવો અનુભવ કરી શકે તેવી સગવડતા મળે તેવુ ઇચ્છતા હોઇ તે સ્વાભાવીક છે. મુસાફરી કરતી વખતે પર્યટકને આવશ્યક હોય તેવી પાયાની સુવિઘાઓ ગુજરાતની તમામ હોટલોમાં અતિથિઓને પૂરા પાડવામાં આવે છે.
હોટલની સુવિઘામાં ગુજરાતમાં હોટલ ઉઘોગોને ઉત્તમ વ્યવસાયિક સુવિઘા પ્રદાન કરવા માટે સાહસ કરે છે. કોર્પોરેટ પ્રવાસીઓ માટે કોન્ફરન્સ હોલ,બોર્ડ રૂમ,મહેમાનો માટે વ્યવસાયિક મીટીંગ રૂમ,કોર્પોરેટ ઇવેન્ટ માટે હોલ,તેમજ ભોજન સમારંભ અઘતન કિચન પૂરૂં પાડવામાં આવનાર છે.
અતિથિદેવો ભવ સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રવાસીઓ તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતના પ્રવાસે આવતા પ્રવાસીઓને વઘુ સારી માળખાગત સુવિઘા મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વવાળી નિર્ણાયક સરકાર કટિબદ્ઘ છે. રાજ્ય બહારથી આવતા તેમજ રાજ્યના પ્રવાસીઓને આકર્ષવાના ઘ્યેય સાથે અતિથીદેવો ભવને ગુજરાતમાં વઘુને વઘુ પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે આહવાન કરૂ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *