રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સીઝન બદલાતા જ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી છે.
કોરોનાએ એવુ માથુ ઉંચક્યું છે કે, હવે ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના જે જિલ્લામાં કોરોનાએ સૌથી છેલ્લા દસ્તક દીધી હતી, એ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવવા માંડ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી જિલ્લો સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે. રાત્રિના ૧૦ વાગ્યા બાદ સંપૂર્ણપણે કર્ફ્યુનું પાલન કરવુ પડશે. અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.