રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદ હડિયા ઉપ પ્રમુખ ચેતન પરમાર(સી.કે.)મંત્રી જય વિરાણીની બીજી વખત બિન હરીફ વરણી.
કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલાં રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબનાં હોદેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામા આવી હતી જેમાં પ્રેસ કલબનાં પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી તાજેતરમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા રીપોર્ટરોની પ્રેસ કલબનાં નવા સંગઠનના હોદ્દેદારોની વરણી માટે પ્રેસ કલબનાં હોદેદારોની મીટીંગ મળી હતી જેમાં કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ તરીકે ગોવિંદ હડિયા ઉપ પ્રમુખ ચેતન પરમાર(સી. કે.) મંત્રી જય વિરાણીની સર્વાનુમતે બીજી વખત બિન હરીફ વરણી કરવામાં આવીછે જ્યારે કેશોદ પ્રેસ કલબનાં મહામંત્રી તરીકે કેશોદના પીઢ પત્રકાર કિશોરભાઈ દેવાણીની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવીછે તેમજ ગિરીશભાઈ દવે, પ્રવિણભાઈ કરંગીયા, રાજુભાઈ પંડયા,જગદીશ યાદવ, અશોકભાઈ રેણુંકા, હરેશભાઈ જોષી, કમલેશભાઈ જોષી સહીતના હોદેદારોની કેશોદ પ્રેસ કલબનાં કારોબારી સભ્યો તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કેશોદ પ્રેસ ક્લબના પ્રમુખ ગોવિંદ હડિયાને પંચમહાલ મિરર ટીમ તથા ગુજરાત નેશન તરફ થી ખુબ ખુબ અભિનંદન..