રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દૂર પ્રાચીન-પૌરાણીક તિર્થ સ્થળ ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં બલદેવજી ત્થા નૃસિંહજી ભગવાનનું મંદિર આવેલ છે તેમજ મુકતાનંદબાપુ દ્વારા દાદાજી વૃઘ્ધાશ્રમમાં ૫૦ થી વધુ વડીલો રહે છે ત્યાં આજે દેવસયની એકાદસીનાં દિવસ આગામી તુલશી વિવાહ માટે તુલશીજીનુ વિધિવત રોપવામાં આવેલ હતુ અને અને ઘ્વજારોહણ કર્યા બાદ ચોમાસામાં વરૂણદેવની ભરપુર કૃપા રહે તે માટે દાદાજી વૃઘ્ધાશ્રમનાં સંત વિવેકાનંદબાપુ, વ્યવસ્થાપક કમીટીનાં સભ્યો રાજુભાઈ ડાભી, સુંદરપુરીબાપુ, ચંદ્રેશભાઈ જોશી, જયસુખભાઈ મહેતા, માનસિંહભાઈ, બીજલભાઈ ત્થા આમોદરા, ખાપટ, વાંસોજનાં સ્વયંસેવકો દ્વારા ૧૦૦ કિલો ઘઉંનો લોટ, ગોળ ત્થા ઘીનાં લાડવા બનાવી અબોલ પ્રાણી ગાયમાતાને ગુપ્ત પ્રયાગ ગૌશાળા, દેલવાડા ગોંદરા ચોક ત્થા ઉનાની પાંજરાપોળમાં રહેલ ગાયમાતા ત્થા શ્વાનને ખવડાવી જીવદયા પ્રવૃતિ કરી હતી.