રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આજરોજ ઉના તાલુકા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમીતીની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઈ વંસ, તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરા, રામભાઈ ડાભી, શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ સાંખટ વિગેરે બન્ને તાલુકાનાં કોંગ્રેસી આગેવાનો અનલોક-૨ ના નિયમો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી પ્રાંત કચેરીએ જઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધી લખેલ આવેદન પત્ર ઉનાનાં પ્રાંત અધિકારી મહેન્દ્રભાઈ પ્રજાપતિને આપી જણાવેલ છે કે ઉના-ગીરગઢડા તાલુકાના ભુર્ગભમાં ખનીજનો વિપુલ પ્રમાણમાં ભંડાર આવેલ છે. છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરો ભુમાફીયાઓ સરકારી, ખાનગી જમીનમાં લીઝ મંજુર કરાવ્યા વગર લાઈમ સ્ટોન ખનન કરી સરકારને કરોડો રૂપિયાનુ નુકશાન કરે છે તેમજ તાલુકાની નદીઓમાં પણ ત્થા દરીયા કિનારે મંજુરી વગર રેતીના ટ્રેકટરો ભરી ચોરી કરાઈ રહી છે તેમજ કરોડો રૂપિયા કમાણી કરી માફીયાઓ ગુંડાગીરી કરી, વેપારી, ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગી હેરાન કરાય છે. સામાન્ય નાગરીકોને યેનકેન પ્રકારે શારીરીક, માનસીક ત્રાસ આપે છે. તેમજ બન્ને તાલુકામાં દેશી, વિદેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી વેચાણ થાય છે. જુગારની બદીઓ વધી છે આ અંગે જીલ્લા કક્ષાએ રજુઆત કરીએ એટલે થોડા દિવસો બંધ રહે પછી પાછી ચાલુ થઈ જાય છે.
ઉના શહેર-તાલુકામાં જે કોમર્શીયલ બાંધકામ શોપીંગ સેન્ટર બંધાઈ રહયા છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર ત્થા બાંધકામમાં વપરાતો પથ્થર, રેતી, કાંકરી કોણ પુરી પાડે છે તે પરમીટવાળી છે કે કેમ તપાસ થવી જોઈએ આ તમામ પ્રવૃતિ કોના દ્વારા થાય છે આ તમામ પ્રવૃતિમાં મુખ્ય જન્મદાતા કોણ છે તેની તપાસ થવી જોઈએ.
આ અંગે ૧૦ દિવસ પહેલા ઉના શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ ત્થા મંત્રી મયંકભાઈ એમ.જોશીએ વડાપ્રધાન મુખ્યમંત્રીને લેખીતમાં રજુઆત કરેલ પરંતુ કોઈ પગલા લેવાયા નથી તેથી તટસ્થ તપાસ કરવા રાજ્ય સરકારે પ્રવૃતિ બંધ કરાવવા એસ.આઈ.ટી.ની રચના કરવા માંગણી કરી છે જેમ નગરપાલીકાના પ્રમુખ ઉપર ફાયરીંગ હુમલાનાં બનાવમાં સરકારે સ્પેશ્યલ પી.પી.ની નિમણુંક કરી તપાસ માટે સીટની રચના કરી છે તેમ એસઆઈટી રચના કરી બન્ને તાલુકાની જનતા શાંતિપૂર્વક રહી શકે તેવી માંગણી કરી હતી.