અમરેલી: રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરતી અમરેલી એલ.સી.બી ટીમ

Amreli Latest
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી ૩ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૮૨,૮૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફ* દ્વારા રાજુલા ટાઉન માં અલગ અલગ જગ્યાએ રેઇડ કરતા કુલ ૩ ઇસમો રોકડ રકમ, મોબાઇલ ફોન, અને વરલી મટકાના જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્‍યાન રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ વરલી મટકાનો જુગાર ચલાવવામાં આવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતાં જુગારનું નેટવર્ક ચલાવતા ૧૪ ઇસમો વિરૂધ્‍ધ જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમો
રસુલખા વજીરખાભાઇ પઠાણ, ઉ.વ.૨૫, રહે.રાજુલા, ખાટકીવાડ, ખોડીયાર મંદીર પાસે, તા.જી.અમરેલી
અલ્તાફહુસેન દિલાવરહુસેન કાદરી ઉર્ફ બાબુ, ઉ.વ.૫૦, રહે.રાજુલા, ગઢની રાંગ પાસે, ખેતાગાળા ધર્મેશભાઇ અનંતરાય બગરીયા, ઉ.વ.૨૩ રહે.રાજુલા, સાઇબાબાના મંદીર પાસે વરલી મટકાના જુગારનું નેટવર્ક ચલાવતા પકડવાના બાકી ઇસમો
(૧) મહમદભાઇ ઉસ્માનભાઇ કુરેશી, રહે.રાજુલા, ખોડીયાર મંદીર
(૨) જહીર ઉફૅ જમાદાર લુકમાનભાઇ જોખીયા, રહે.રાજુલા, વાવેરા રોડ
(૩) સલીમભાઇ દાદભાઇ ખોખર, રહે.રાજુલા, બસ સ્ટેન્ડ સામે
(૪) અસલમ ઉફૅ મેડી ઉસ્માનભાઇ કુરેશી, રહે.રાજુલા, ખોડીયાર મંદીર પાસે
(૫) હરીભાઇ કરશનભાઇ ટાંક, રહે.રાજુલા, ગઢની રાગ
(૬) આરીફભાઇ અબ્દુલભાઇ ગોરી, રહે.રાજુલા, ગોંદરા ચોક
(૭) કાળુભાઇ પઠાણ, રહે.રાજુલા, ખોડીયાર મંદીર પાસે
(૮) અરવિંદ જાપડીયા, રહે.રાજુલા, વાલ્મીકી વાસ
(૯) રફીક તજુમીયા કાદરી, રહે.રાજુલા, ગઢની રાંગ
(૧૦) અનંતરાય ગીરધરલાલ ખત્રી, રહે.રાજુલા
(૧૧) અનવરહુસેન દિલાવરહુસેન ઉર્ફ અનુ બાપુ, રહે.રાજુલા
પકડાયેલ મુદામાલ રોકડા રૂ.૬૬,૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિં.રૂ.૧૬,૫૦૦/- તથા મળી કુલ કિં.રૂ.૮૨,૮૩૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *