નર્મદા: રાજપીપળા ખાતે થી નાર્કોટિક ડ્રગવાળી કફ સીરપની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળામાં યુવાનો કોડીન ફોસ્ફેટ ડ્રગના રવાડે ચઢતા હોવાનું પ્રકાશમાં આવતા ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં યુવાનો બે મહિનાના લૉકડાઉનમાં અન્ય નશીલા પદાર્થો નહિ મળતા કફ શીરપના રવાડે ચઢ્યાની વાત સામે આવી છે. કોડીન ફોસ્ફેટ નામના ડ્રગની આખી બોટલ પીવાથી નશો ચઢતો હોય છે. કોઇપણ ડૉક્ટરનાં પ્રસ્ક્રિપશન વગર તે કોઇને પણ આપવામાં આવતી નથી. તો પણ મોટા પ્રમાણમાં ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે.

આજે રાજપીપળા શહેરની એક શાળા પાસે કેબીનની પાછળના ભાગમાં મોટા પ્રમાણમાં આની ખાલી બોટલો જોવા મળી હતી. જેનાથી નક્કી થાય છે કે, યુવાધન આનુ સેવન કરી નશો કરતા હોય છે. ત્યારે કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ યુવાધનના નશાને વખોડી કાઢ્યું હતું. તેમણે યુવાધનનાં માબાપને મીડિયાના માધ્યમ થકી સલાહ આપી છે કે બાળકોને આનાથી બચાવે.
કોડીન ફોસ્ફેટ ડ્રગ એ ખૂબ ખતરનાક છે. કેમકે આ બોટલ પીવાથી નસો થાય છે પણ શરીરને નુકસાન કરે છે. આમ તો, ડૉકટરના પ્રિસ્ક્રિપશન વગર મેડિકલ સ્ટોરવાળાથી પણ ના આપી શકાય તો આટલી મોટી સંખ્યામાં આ ડ્રગ આવે છે ક્યાંથી અને યુવાનો લાવે છે ક્યાંથી એ તપાસનો વિષય છે.

રાજપીપળાનાં એમડી, ડૉ. ગીરીશ આનંદનું આ અંગે કહેવું છે કે, આ બોટલમાં કોડિન નામનું તત્વ છે. આ એક કફ સીરપ છે. મોટાભાગે ડૉક્ટરો બહું જૂની ખાસી હોય તો તેનો ઉપયોગ કરે છે. આ કોડિનો બીજો એક ઉપાય છે કે, કેન્સર જેવી બીમારીમાં સખત દુખાવો થતો હોય તેમાં આ આપવામાં આવે છ. આ નાર્કોટિક ડ્રગ હોવાથી તેને પ્રસ્ક્રિપશન વગર આપવાની હોતી નથી. કારણ કે ઘણાં લોકો તેો વ્યસન તરીકે પણ ઉપયોગ કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *