નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના મહામારીમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઠેરઠેર જગ્યાએ ગટરો ઉભરાવાની ના દ્રશ્યો સર્જાયા છે જેને લઇને રોગચાળાનું પ્રમાણ વધવાની સંભાવના છે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય ખાતુ પણ કોરોના ની કામગીરીમાં જોતરાયેલા છે પરંતુ કેવડિયા કોલોનીમાં ઉભરાતી ગટરો કોઈને દેખાતી નથી તથા વહીવટી તંત્ર દ્વારા સબ સલામત હે ની નિતિ અપનાવાઈ રહી છે કેવડિયા કોલોનીમાં ઉભરાતી ગટરોના પ્રશ્નોને લઈને કચેરીમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ કચેરીના કર્મચારીઓ દ્વારા આ બાબતે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને ગટરો ના પ્રશ્નો હલ કરવામાં આવતા નથી એક તરફ ગુજરાત સરકાર લોકોને કોરોના મહામારી સામે જાગૃત થવા માટે વારંવાર લોકડાઉંનનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે જ્યારે બીજીબાજુ કેવડિયા કોલોનીમાં ઉભરાતી ગટરોથી ઉદ્ભવતી ગંદકી તરફ વહીવટી તંત્ર નિદ્રાધીન બન્યું છે કેવડિયા કોલોનીમાં ઉભરાતી ગટરોનો કાયમી ઉકેલ આવશે ખરો? તે હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *