બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
સુરત થી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના ગ્રસ્ત થયા છે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ ૨૮ ના સુરતથી આવેલ ૪૬ વર્ષના પુરુષ અને તેમની સાત અને ૧૫ વર્ષની પુત્રીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે લીલીયાના આંબા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા ૩૧ વર્ષના યુવાન અને અમરેલીના સવજી પરા રોડ ઉપર રહેતા ૨૫ વર્ષના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ યુવાન અને અમરેલીના વાંકિયા ગામ ની સુરત થી અમદાવાદ થઈને વાંકીયા પરત આવેલ ૩૭ વર્ષની યુવતી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ થઇ છે.