અમદાવાદ: વિરમગામ શહેરમાં આવેલી સ્કુલ કે.બી શાહ વિનય મંદિર જ્યાં વર્ષોથી ગટરના દૂષિત પાણી સ્કુલની બેવ સાઈડ ઠાલવવામાં આવે છે.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

કે.બી.શાહ. સ્કૂલની બેઉ સાઈડની ગટરમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે ચોમાસાની અંદર ગટરનું દૂષિત પાણી શાળાની અંદર પ્રવેશે છે અને પાણી સાથે ત્યાં ઝેરી જીવજંતુઓ પ્રવેશે છે અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થાય છે આ સમસ્યાની રજૂઆત ઘણા વર્ષોથી શાળાના આચાર્ય અલ્પેશભાઈ દરેક દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી થી લઈ ધારાસભ્ય વિરમગામ નગરપાલિકા પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે આ સ્કૂલમાં અંદાજિત ૧૫૦૦થી ૨૦૦૦ બાળકો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓનો આરોગ્ય સાથે ચેડાં થાય છે પરંતુ આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી નગરપાલિકા ચીફ ઓફિસર ગઈકાલે શાળાની મુલાકાત લીધી હતી આસવાસન આપેલ છે સમસ્યા હલ થશે તે તો આવનાર સમય જ બતાવશે કે વર્ષોથી જે સમસ્યા હું જ કક્ષાએ રજૂઆત કર્યા છતાં હલ થઇ નથી તે સમસ્યા હલ થશે કે નહીં

વિરમગામ શહેરમાં આવેલી નામાંકિત સ્કૂલ કે.બી.શાહ વિનય મંદિર જ્યાં આજથી નહીં વર્ષોથી શાળાની આસપાસ ફરતે વિરમગામના ગટરના પાણી ઠાલવવામાં આવે છે અને ફરતે શાળાની ગટરનું ગંદુ પાણી શાળાની અંદર પ્રવેશે છે અને ત્યાં ઝેરી જીવજંતુ પ્રવેશે છે અને વિદ્યાર્થી સાથે આરોગ્ય ચેડા થાય છે આ રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી થી લઈને ધારાસભ્ય વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ને વારંવાર રજૂઆત કરનારા કે.બી શાહ વિનય મંદિર સ્કૂલ ના આચાર્યશ્રી અલ્કેશભાઇ.કે દવે સાહેબ શાળા મંડળના પ્રમુખ તથા શાળાના સ્ટાફ તથા શાળાના પંદરસોથી બે હજાર વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ મિલન ઠક્કર તથા અન્ય સામાજિક કાર્યકરોએ આ રજૂઆત કરેલી હતી અને આ રજૂઆતને ધ્યાનમાં લઇ આજરોજ વિરમગામના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ સાહેબ શાળાની અંદર મુલાકાતે આવ્યા અને શાળાની વખતે જે ગટર છે તે જોઈને આ બાબત ઉપર તેઓએ ખૂબ જ ગંભીર રીતે ચર્ચા વિચારણા કરી શાળાના આ કામને બે દિવસમાં તથા શાળાની ફરતી છે ગટર આવેલી છે તે કાયમી નિકાલ માટે ધાબુ ભરી બોક્સિંગ કરી આપવા આ કામ દિવાળી સુધીમાં કરી આપવામાં આવશે તેવી તેઓએ પ્રોમિસ કરી અને શાળાના આચાર્યને હૈયાધારણા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *