બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામનાં જાગૃત અને લોક હિત માટે હર હંમેશ અગ્રેસર એવા યુવા સરપંચ ગાંગાભાઈ હડિયા નાં ૩૯ માં જન્મદિવસ નિમિત્તે કુંડલિયાળા યુવા ગ્રુપ અને બાંભણિયા બ્લડ બેંક ભાવનગર નાં મેનેજિંગ ડિરેક્ટર પ્રભુભાઈ બાંભણિયા નાં સહયોગથી રક્તદાન શિબિર નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં રાજુલા તાલુકાના સરપંચો, ઉપસરપંચો, સદસ્યો એનએસયુઆઇ ટીમ, સામાજિક આગેવાનો, શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ સહિતના જાગૃત યુવાનો, મહિલાઓ રક્તદાન કરી રક્તદાન મહાદાન સૂત્ર ને સાર્થક કર્યું હતું આ રક્તદાન શિબિર નો પ્રારંભ દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો આ શિબિરમાં રાજુલા જાફરાબાદ નાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અજય શિયાળ, સમીર કનોજીયા, મુકેશભાઈ લાડુમોર તથા વડલી નાં સરપંચ મગનભાઈ હડિયા, પીપવાવ નાં પૂર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, તેમજ દિપકભાઈ ત્રિવેદી, એનએસયુઆઇ પ્રમુખ રવિભાઈ ધાખડા, જિલ્લા મહામંત્રી રોહન ગોસ્વામી, હિતેશ સોલંકી, હર્ષદ હડિયા, કાળુભાઇ બારૈયા સહિતના રાજકીય, સામાજિક સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ આ રક્તદાન શિબિર માં હાજરી આપી હતી અને રક્તદાન કર્યું હતું.