રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં ૭ દરદીઓ સહિત કુલ-૯ દરદીઓને આજે રજા આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૧ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના દરદીઓની સંખ્યા કુલ-૯૦ થવા પામી છે. જિલ્લામાં આજદિન સુધી સાજા થયેલા કુલ-૫૩ દરદીઓને રજા અપાતા આજની સ્થતિએ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કુલ-૩૭ દરદીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.