રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ફરિયાદ ના કામે આરોપી ના ઘરે પહોંચેલી પોલીસ ને પણ આરોપી એ ગાળો દઈ ધકકા મારી ઝપાઝપી કરતાં બિજી ફરીયાદ પણ નોંધાઈ
નાંદોદ તાલુકા ના લાછરસ ગામે ફરજ બજાવતા રેવન્યુ તલાટી વિરેન્દ્ર ખિમજી વાઢેળ રહે, સરકારી વસાહત, વડીયા પેલેસ કંપાઉન્ડ, ના મોબાઈલ ફોન ઉપર મહિપતસિંહ હિંમતસિંહ ગોહીલ રહે,જુના રામપુરા તા.નાંદોદ જિ.નર્મદા ના ઓ એ ફોન કરી ફુલવાડી ગામ ના રસ્તા બાબત ના કામ ની વાત કરી હતી, જેથી ફરીયાદી તલાટી એ આરોપી ને જણાવેલ કે પોતાની બદલી હવે લાછરસ ગ્રામપંચાયત મા થઈ હોવાથી મામલતદાર ગરુડેશ્વર નો સંપર્ક કરવાનુ જણાવતાં મહિપતસિંહ ગમેતેમ મા-બહેન ની ગાળો બોલી જાન થી મારી નાંખવાની ધમકી આપતાં ગુનો કરતાં આ બાબત ની ફરિયાદ તલાટી એ રાજપીપળા પો.સ્ટેશન મા નોંધાવી હતી રાજપીપળા પોલીસે આ બાબત નો ગુનો રજીસ્ટર કરેલ છે.
આ ફરીયાદ નોંધાતા ફરીયાદ ના આધારે તપાસ અને કાયદેસર ની કાર્યવાહી કરવા તથા આરોપી ઘરે આવેલ હોવાની ચોક્કસ બાતમી ને આધારે પોલીસ ના માણસો સાહેદ અ.પો.કો અમરસિંહ ખાતુડીયાભાઈ વસાવા બ.નં ૦૩૩૦ તથા અ.પો.કો પ્રલહાદભાઈ નવજીભાઈ બ.નં ૦૩૦૨ નાઓ આરોપી ના ઘરે આવતાં આરોપો ઘરે હાજર હતો, પોલીસે આરોપી ને ફરીયાદ બાબત નો સારાંશ સમજાવી પોલીસ શાથે આવવા માટે જણાવતાં આરોપી મહિપતસિંહે કહ્યું હતું કે તુ બોવ મોટો અધિકારી થઈ ગયો છે, ચાલ અહીયાં થી રવાના થા તેમ કહી બિભત્સ ગાળો આપવાનું શરુ કર્યું હતું, અને કોન્સ્ટેબલ અમરસિંહ ને શાથે ઝપાઝપી કરી ધક્કો મારી ઓટલા ઉપર થી ફેંકી દિધેલ, સાહેદ લોક રક્ષક પ્રલહાદભાઈ નવજીભાઈ પણ શાંતિ થી સમજાવવા જતાં “તું પાછળ હટ” તેવું ઉધ્ધતાઈ કરી હતી. ઘર મા થી આરોપી ની માતા તથા પુત્રી એ પણ ફરીયાદી તથા સાહેદો ને ગમેતેમ ગાળો બોલી આરોપી ને પકડવા ગયેલી પોલીસ ના કામ મા રુકાવટ અને અડચણ ઉભી કરી ગુન્હો કર્યો હતો, જે બાબત ની બિજી અલગ થી ફરીયાદ રાજપીપળા પોલીસે ફરીયાદી ગુન્હો નોંધી આરોપીઓ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
